મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના સાવડી ગામે લૂંટના ઇરાદે મંદિરના મહંત ઉપર પાંચ શખ્સનો હુમલો: લુંટારૂઓ પોલીસ પકડથી દુર


SHARE











ટંકારા તાલુકાના સાવડી ગામે લૂંટના ઇરાદે મંદિરના મહંત ઉપર પાંચ શખ્સનો હુમલો: લુંટારૂઓ પોલીસ પકડથી દુર

ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરની અંદર રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા પાંચ શખ્સો લાકડી અને કોસ જેવા હથિયાર લઇને આવ્યા હતા અને ત્યારબાદ ઓરડીના દરવાજામાં લાકડી અને કોસ મારીને દરવાજામાં નુકસાન કર્યું હતું તેમજ દરવાજાની પાછળ રહેલા મંદિરના મહંતને પણ કોસનો નેણ ઉપર ઘા વાગ્યો હતો જેથી કરીને તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર અજાણ્યા લુંટારૂ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા અને ત્યાં સેવા પૂજા કરતા મંદિરના પૂજારી કિશોરભાઈ પરશુરામભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (ઉંમર વર્ષ ૮૪) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા પાંચ શખ્સોની સામે લુંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છેકે તા.૮-૪ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ચારેક અજાણ્યા શખ્સો હાથમાં લાકડી અને કોસ જેવા હથિયાર લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાં કિશોરભાઈ ત્રિવેદી રહેતા હતા તે ઓરડીના દરવાજે કોસ અને લાકડીના ઘા મારીને નુકસાન કર્યુ હતું અને ત્યારે દરવાજાની પાછળના ભાગમાં કિશોરભાઈ ત્રિવેદી હોય તેમને કોષનો ઘા ડાબી આંખના નેણના ઉપરના ભાગમાં વાગ્યો હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં કિશોરભાઈ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૨૭, ૩૨૪,૧૧૪ અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.વધુમાં ગઈકાલે ઉપરોક્ત બનાવની વધુ તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ આ બનાવ સંદર્ભે પત્રકારોને જાણ કરવા બદલ મંદિરના સેવકોને પણ પોલીસ દ્રારા ધમકાવવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે..!

એસીડ પી લેતા યુવાન સારવારમાં

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતો અવિનાશ રમેશભાઈ વાણંદીયા નામનો ૨૩ વર્ષીય યુવાન એસીડ પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે વધુમાં પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે અવિનાશે કડીયાકામ રાખેલ હોય અને તે તેના સાસરે કોઈ પ્રસંગમાં જઇ શકયો ન હતો તે વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાબતનું મનમાં લાગી આવતા અવિનાશ રમેશભાઈ નામના યુવાને એસિડ પી લેતાં તેને હાલ સારવારમાં ખસેડાયો છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ ઉપર પરશુરામ પોટરી નજીક બાઇક સ્લીપ થઇ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમા મોરબીના સુભાષનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ જેઠાભાઈ જાદવ નામના ૩૧ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News