મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં


SHARE







મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં

મોરબીમાં રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લૂંટી લેવાનો પ્રયાસ કરવામાં આવતા હિંમતવાન યુવાને ચાલુ રીક્ષામાંથી કૂદકો લગાવી દીધો હતો. ઈજાગ્રસ્ત થયો હોય સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના નવલખી રોડ યમુનાનગર ખાતે રહેતો યુવાન ગત તા.18ના સાંજે પાંચેક વાગ્યે શહેરના સામા કાંઠે આવેલા નઝરબાગ રેલ્વે સ્ટેશન ખાતેથી ઓટો રીક્ષામાં બેસીને ઘરે જવા માંગતો હતો તેથી તે ઈલીયાસ જમાલભાઈ ડામોર નામનો 26 વર્ષનો યુવાન રીક્ષામાં બેઠો હતો ત્યારે રીક્ષાચાલકે રીક્ષા નવલખી રોડ રણછોડનગર નજીક ઉભી રાખવાને બદલે આગળ લઈ જઈને અવાવરૂ જગ્યાએ અટકાવી હતી.ત્યારે રીક્ષામાં પાછળની સીટમાં સાથે બેઠેલા બે અજાણ્યા ઈસમોએ ઈલીયાસના ખિસ્સામાં રહેલ પાકીટ પડાવવા કોશિષ કરી હતી. જો કે યુવાન હિંમતભેર પ્રતિકાર કરીને રીક્ષામાંથી નીચે કૂદી ગયો હતો. જે દરમ્યાન તેને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકના સતીષભાઈ ગળચરે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે શહેર-જીલ્લામાં અગાઉ પણ આવા બનાવો બનેલા છે ત્યારે શું લૂંટ ચલાવતી ટોળકી સક્રિય થઈ છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા હોય ઘનિષ્ઠ કાર્યવાહી જરૂરી છે.

મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કરમશીભાઈ મનજીભાઈ ચંદ્રેશાણીયા (40)ને ગામમાં બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો. તેમજ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ઘરે થયેલી મારામારીમાં ઈજા પામેલ ફિરોઝ ઓસમાણ મોવર નામના 26 વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

આમરણ મારામારી
આમરણ ગામે રહેતા જયોત્સનાબેન ભરતભાઈ વજાભાઈ ટોયરા ભરવાડ નામના 35 વર્ષીય મહિલાને ઘરે પતિ-સાસુએ માર મારતા સારવાર માટે અહીની સિવિલે લાવવામાં આવ્યા હતા. બાદમાં જયોત્સનાબેને પતિ ભરત વજાભાઈ ટોયરા અને સાસુ માનુબેન વજાભાઈ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તેમના મોટા પુત્રને પગે ટાંકા આવ્યા હોય ડોકટરને બતાવવા જવા માટે પૈસા માંગ્યા હતા ત્યારે પૈસા નથી તેમ કહીને ઝગડો કર્યા બાદ સાવરણી-ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

ગુમ પરત
મોરબીમાં થોડા દિવસો પહેલા કાજલબેન વિજયભાઈ કુંઢીયા ગુમ થયા હોવાની પોલીસમાં  જાણ કરવામા આવી હતી જે મળી આવેલ છે. તેણીને પતિની સાથે ઝગડો થયો હોય  મામાને ઘરે ચાલ્યા ગયા હોવાનુ પોલીસમાં નિવેદન આપ્યુ હતુ.

અકસ્માત
સામા કાંઠે ઘુંટુ રોડ સગુન સિરામીક પાસે બાઈકને સફેદ કલરની અર્ટીગા કારના ચાલકે હડફેટે લેતા મકબુલ સલીમભાઈ પલેજા (28)  રહે. કાંતિનગ માળીયા ફાટક પાસેને ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ ભડીયાદ ખાતે રહેતો મહિપાલ દેવજીભાઈ સુરેલા નામનો 15 વર્ષનો સગીરપડી ગયેલ હોય ઈજા થતા તેને પણ અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો






Latest News