મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા


SHARE









વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસ  દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સોને જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10,200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે મફતીયાપરામાં નરસીભાઈ પાંચાભાઇ ચૌહાણના ઘર પાસે ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુરેશભાઈ વશરામભાઈ ગર (23) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર, મહેશભાઈ ધીરુભાઈ સંઘાર (35) રહે. વેલનાથ પરા શેરી નંબર છ રાજકોટ, આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગિયાણી (30) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર, સાગરભાઇ કેશાભાઈ વિકાણી (31) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર અને લાલો ગોરધનભાઈ જોગિયાણી (27) રહે. રવાપર રોડ કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,200 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા નીલોફરબેન આદિલભાઈ સમેજા (28) નામની મહિલાને કપડાં ધોતી હતી તે વખતે ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હોય તે નીચે પડી ગઈ હતી જેથી શરીરે ઇજાઓ થઈ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રભાબેન વિજયભાઈ પટેલ (40) નામના મહિલા ઘરે કામ કરી રહી હતી ત્યારે તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હત




Latest News