મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ


SHARE







માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ

માળીયા (મી)ના વવાણીયા ગામે મસ્જિદ પાસે ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતે ચાલતા પારિવારિક મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે મારા મરીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇજા પામેલા લોકોએ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી પવિત્ર કુવા પાસે રહેતા કાસમભાઈ દાઉદભાઈ બુચડ (41)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી, સબીરભાઈ જુસબભાઈ ભટ્ટી, અનવરભાઈ ભટ્ટી, મહમદભાઈ યુસુફભાઈ ભટ્ટી, જાકુબ નુરમામદ ભટ્ટી, રફિકભાઈ નુરમામદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, અબ્રાહમ ઓસમાણભાઈ ભટ્ટી, દાઉદ અબ્રાહમભાઈ ભટ્ટી, રસીદ દાઉદભાઈ ભટ્ટી, અનવર જુસબભાઈ ક્ચ્ચા, રહીમભાઈ મુસાભાઇ ભટ્ટી, આબિદ રહીમભાઈ ભટ્ટી, અમિનાબેન ઓસમાણભાઈ ભટ્ટી, આયસાબેન દાઉદભાઈ ભટ્ટી અને હાજરાબેન જુસબભાઈ કચ્ચા વાળાઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓને ફરિયાદી તથા સાહેદોની સાથે છેલ્લા ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતનું પારિવારિક મનદુખ ચાલતું હતું જેના કારણે એકબીજાને બોલવાનો પણ સંબંધ ન હતો દરમિયાન માળિયાના વવાણીયા ગામે મસ્જિદ પાસે આરોપીઓએ ભેગા થઈ લોખંડના પાઇપ, ધારિયા, ટામી અને છરી વિગેરે જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી અને સાહેદો ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં ગાળો આપી હતી અને મારામારી કરી હતી ત્યારે સલીમ ભટ્ટીએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે પગના ભાગે માર માર્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોની સાથે ઝઘડો કરીને મારા મારી કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ મહિલા સહિત કુલ 17 વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી મોરબીની મદીના સોસાયટી રોયલ પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા રહીમભાઈ મુસાભાઇ ભટ્ટી (46)એ મામદભાઇ કાસુભાઈ બુચડ, જીતુબેન મામદભાઈ બુચડ, ફિરોજભાઈ મામદભાઈ બુચડ, સલમાબેન ફિરોજભાઈ બુચડ, કાસમભાઇ દાઉદભાઈ બુચડ, હસીનાબેન કાસમભાઈ બુચડ, હનીફભાઈ દાઉદભાઈ બુચડ, સકીનાબેન હનીફભાઈ બુચડ, અમીનાબેન દાઉદભાઈ બુચડ, રફીકભાઈ મુસાભાઇ બુચડમ રૂકશાનાબેન રફિકભાઈ બુચડ, ફરીદાબેન સબીરભાઈ નોબે, કાસમભાઈ ઓસમાણભાઈ ટાંક અને મરિયમબેન ઓસમાણભાઈ ટાંક રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદી તથા સાહેદોને છેલ્લા ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતે પારિવારિક મનદુખ ચાલતું હતું અને એકબીજાને બોલવાનો પણ સંબંધ ન હતો દરમિયાન આરોપીઓએ વવાણિયા ગામે ફરિયાદી તથા સાહેદો મસ્જિદ પાસે હતા ત્યારે ત્યાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ફરિયાદી અને સાહેદો ઉપર હુમલો કર્યો હતો અને ઝઘડો કરીને મારામારી કરી હતી ત્યારે હનીફભાઈએ ફરિયાદીને લાકડાના ધોકા વડે ડાબા હાથની આંગળીમાં માર માર્યો હતો જયારે કાસમભાઈએ સાહેદ હાજરાબેનને લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઇજા કરી હતી અને રફિકભાઈએ સાહેદ અનવરભાઈને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 મહિલા સહિત કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News