મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું


SHARE









હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું

હળવદના ચરાડવા ગામના પનોતા પુત્ર તથા કિડની ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓથી દેશ-વિદેશમાં નામના મેળવનાર પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીની સ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી “પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલય” બનાવવામાં આવ્યું છે જેનું ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સમાજિક આવેગવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.

ચરાડવા ગામે જન્મેલા પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદી કિડની રોગથી પીડિત દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. અને ખાસ કરીને વિદેશની સુખ-સુવિધા અને ધીકતી કમાણીનો ત્યાગ કરી ભારત પરત ફરી અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી તેમણે તબીબી ક્ષેત્રે તેમજ માનવસેવામાં અનોખું યોગદાન આપ્યું હતું. ત્યારે તેઓના પરિવાર દ્વારા ચરાડવા ગામે આવેલા તેઓના મકાનને લોક હિત માટે આપવાનો નિર્ણય કર્યો હતો અને પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ત્યાં 11 મું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે જેને ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સાસંદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સુનિતાબેન એચ. ત્રિવેદી, શાહબુદીનભાઈ રાઠોડ સહિતના રાજકોય અને સમાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીના જન્મ સ્થાનમા પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદીના સહયોગથી ગ્રંથાલય બનાવવામાં આવ્યું છે ત્યારે ત્રિવેદી સાહેબ જેવી ચેતનાના આશીર્વાદ હોય તો રાષ્ટ્ર, માનવતા અને સમાજને તે ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તથા નવી પેઢીને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવાના હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, દરેક ગામમાં પાંચ “લય” હોવા જોઈએ જેમાં દેવાલય, વિદ્યાલય, ભોજનાલય, ઔષધાલય અને પુસ્તકાલય નો સમાવેશ થાય છે અને આ પાંચેય વસ્તુઓથી ગામના લોકોને અદ્ભુત ફાયદો થાય છે અને આ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીના જન્મ સ્થાનમા પુસ્તકાલયબનાવવા માટેનું મને સૌભાગ્ય મળ્યું તેના માટે હું ત્રિવેદી પરિવારનો આભાર વ્યક્ત કરું છું. ઉલેખનીય છે કે, “પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું નિયમિત સંચાલન જય શ્રી રામ ગૌશાળા ચરાડવા દ્વારા કરવામાં આવશે. 




Latest News