માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં
SHARE
હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં
હળવદ તાલુકાના ચરડવા ગામ પાસેથી ડબલ સવારી બાઈકમાં દંપતિ હોટલે જમવા માટે થઈને જઈ રહ્યુ હતું દરમિયાન અલ્ટો ગાડીના ચાલકે તે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને પગ અને કેડના ભાગે ફેક્ચર તથા તેના પત્નીને માથા અને મોઢાના ભાગે ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના ગોકુળીયા ગામે રહેતા ગિરધરભાઈ શામજીભાઈ બાવરવા (59) એ હાલમાં અલ્ટો કાર નંબર જીજે 13 સીબી 8383 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામથી આગળ જીઈબીના પાવર હાઉસ પાસેથી તેમનો દીકરો નિલેશભાઈ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 3214 લઈને પસાર થઈ રહ્યો હતો અને તેના બાઈકમાં તેના પત્ની કાજલબેન પણ સાથે બેઠેલા હતા ત્યારે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા નિલેશભાઈને કેડ અને પગના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી જ્યારે કાજલબેનને માથા અને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









