મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE







હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો

હળવદમાં રહેતા યુવાનના ભાઈના મિત્રએ પાણીની ખાલી બોટલ ફેંકી હતી જે સ્કુટીમાં અથડાઈ હતી જેનો ખાર રાખીને સામેવાળા શખ્સે યુવાનના ભાઈની સાથે બોલાચલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમજ પાઇપ વડે મારમારીને શરીરને માથામાં ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના દંતેશ્વર દરવાજા પાસે રહેતા ધ્યેયભાઈ સુરેશભાઈ કંઝારીયા (20)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિષ્ણુ દેવાભાઈ ઝાપડા રહે. કરાચી કોલોની હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીને ફરિયાદીના ભાઈના મિત્રે પાણીની ખાલી બોટલ ફેંકી હતી ત્યારે તેના સ્કૂટર સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી હળવદ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ બેંક પાસે યશ પાન નામની દુકાન નજીક હતો ત્યારે ત્યાં તેને જાહેરમાં ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પાઇપથી ફરિયાદીને મૂઢમાર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News