મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો


SHARE







હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૮/૧૦/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદના સરા રોડ પર આવેલ પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ ૯ પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે. આ તકે ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ છે.




Latest News