મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત
હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ
SHARE
હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ
હળવદના રાયસંગપુર રોડ ઉપર યુવાનની વાડી આવેલી છે અને તે વાડીના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય તેનો ખાર રાખીને સાત મહિલા સહિત કુલ 19 જેટલા લોકો યુવાનની વાડીએ આવ્યા હતા અને ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લોખંડની કોસ વડે યુવાનને જમણા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું નહીં પરંતુ યુવાનના ખેતરમાં ઉભા પાકને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના કૃષ્ણનગર મોરબી દરવાજા પાસે રહેતા જગદીશભાઈ થોભણભાઈ સોનાગ્રા (45) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરસન અમરસીભાઈ ચાવડા, સંજય નરસીભાઈ, સુંડા નરસી, રોહિત કરસન, ભાવેશ હીરાભાઈ, રૂખીબેન નરસીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઈ, હીરાબેન કરસનભાઈ, લીલાબેન હીરાભાઈ, તેજલબેન રોહિતભાઈ, વિપુલભાઈ ના પત્ની, મહેશભાઈ ઈશ્વરભાઈ, ચંદુભાઈ ગંગારામભાઈ અને અજાણ્યા ત્રણ માણસો રહે હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદતાની સીમમાં રાયસંગપુર રોડ ઉપર સર્વે નંબર 678 વાળી જમીનમાં ફરિયાદીની વાડી આવેલી છે અને વાડીના રસ્તા બાબતે આરોપીઓ સાથે મન દુઃખ ચાલતું હોય આરોપીઓ હથિયાર સાથે ફરિયાદીની વાડીએ આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદીને લોખંડની કોસથી માર મારીને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીની વાડીમાં ઉભા પાકને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે