વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
SHARE
ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
ટંકારાના ગજડી ગામે રહેતો યુવાન ગામમાં રહેતા અન્ય એક શખ્સની ખોટી વાતો કરે છે તેવો તેને વહેમ હતો જે બાબતનો ખાર રાખીને બે વ્યક્તિ બોલેરો ગાડીમાં યુવાન પાસે આવ્યા હતા અને ત્યારબાદ તેના ઉપર દાતરડા વડે હુમલો કરીને સાથળના ભાગે દાતરડું માર્યું હતું તેમજ વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
ટંકારા તાલુકાના ગજડી ગામે રવેચી માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ રવાભાઈ ડાંગર (42)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હકાભાઇ છગનભાઈ જારીયા રહે. ગજડી અને તેના મજૂર ભુવાભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે હતા ત્યારે ગજડી ગામમાં રહેતા હકાભાઇ જારીયાને એવો વહેમ હતો કે ફરિયાદી તેની ગામમાં ખોટી વાતો કરે છે જે બાબતનો ખાર રાખીને હકાભાઈ અને તેનો મજૂર બંને આરોપીઓ બોલેરો ગાડીમાં આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી તેમજ હકાભાઇએ ફરિયાદીને ડાબા પગના ભાગે દાતરડું મારીને ઇજા કરી હતી જ્યારે આરોપી ભુવાભાઈ કોળીએ લાકડી વડે ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
વરલી જુગાર
મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રોહિતભાઈ મહેશભાઈ વારેવણીયા (21) રહે. સોઓરડી મોરબી વાળો મળી આવતા પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે