મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન


SHARE









ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન

ટંકારાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ભવ્ય નાટ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

વિરપર ગામે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૧૦-૨૦૨૬, ગુરૂવાર (પાંચમા નોરતા) ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ગામના કામધેનુ આશ્રમ ખાતે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું ઐતિહાસિક નાટક "વિરમાંગળાવાળો" તથા દર્શકોને ખડખડાટ હસાવતું હાસ્ય નાટક (કોમિક) "ધળાવગરનો ધણી" ભજવવામાં આવશે. અને ​ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહેલા આ સેવા કાર્યમાં સહભાગી થઈ તન, મન અને ધનથી સહયોગ આપવા માટે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિરપર ગામ સમસ્ત દ્વારા આસપાસના ગ્રામજનો અને સર્વે ધર્મપ્રેમી ગૌભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News