મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે


SHARE









વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર તરફ દેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી આવી રહી છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલિસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે મહીકા ગામ પાસે વોચ રાખવામા આવી હતી તેવામાં મળેલ બાતમી મુજબની ક્રેટા ગાડી ત્યાંથી પસાર થઈ હતી જેને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો જો કે, ગાડીના ચાલકે પોતાની કારને હાંકી મૂકી હતી જેથી મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનોથી ક્રેટા ગાડીને કોર્ડન કરીને રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1.90 લાખનો દારૂ, 4 લાખની ગાડી અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 5.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરીને દારૂનો જથ્થો મોકલાવનાર તથા મંગાવનાર સહિત જેના નામ સામે આવે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર બાઉન્ડ્રી તરફથી ક્રેટા ગાડી નંબર જીજે 7 ડીએ 8030 માં દારૂનો જથ્થો ભરીને વાંકાનેર તરફ લઈને આવી રહ્યા છે તેવી ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને મહિકા ગામના પાટીયા પાસેથી મળેલ બાતમી મુજબની ગાડી પસાર થઈ રહી હતી જેને રોકવા માટે તેને પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ગાડીના ચાલાકે પોતાની ગાડીને ઉભી રાખી ન હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી ક્રેટા ગાડીનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને મહિકા ગામના પુલ પાસે ખાનગી વાહનોથી કોર્ડન કરીને ક્રેટા ગાડીને ઉભી રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1,90,000 ની કિંમતનો દારૂ તથા 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 5 હજારનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 5.95 લાખના મુદામાલ સાથે પોલીસે આરોપી રફિક ઉર્ફે રફલો હબીબભાઈ વિકિયાણી (37) રહે. ચંદ્રપુર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી તેમજ દેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News