મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ


SHARE









મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ૧૦ દિવસીય 'પ્રાદેશિક મેળો-૨૦૨૬'નો જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો.

મંત્રીના હસ્તે મોરબી જિલ્લાના ૧૦ સખી મંડળોને રૂ. ૩૦.૬૫ લાખના સી.સી. લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યાં મંત્રીએ સખી મંડળોની બહેનોને અભિનંદન પાઠવી તેમની સાથે સંવાદ કર્યો હતો. મોરબીના શનાળા રોડ પર રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી યોજાનાર આ મેળાનું ઉદ્ઘાટન કરી મંત્રી સહિતના મહાનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક પ્રોડક્ટ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો ભાગ લઈ રહી છે. જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં સહિતની ચીજવસ્તુઓના ૫૦ સ્ટોલ તેમજ વાનગીઓના ૫ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. બહેનોને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા મળે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે આયોજિત આ મેળાની વધુને વધુ નાગરિકો મુલાકાત લઈ ખરીદી કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News