મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી


SHARE





માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી

માળીયા મીયાણાના ખાખરેચી ગામે આવેલ પરિમલ એગ્રો નામના કારખાનામાં બારીની ગ્રીલને તોડીને અજાણ્યા શખ્સ દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ ત્યાં પાવર સપ્લાય માટે થઈને ફીટ કરવામાં આવેલા કોપર કેબલ વાયરમાંથી 268 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,98,930 ની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ ગોલ્ડન હાઇટ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 901 ખાતે રહેતા પરિમલભાઈ ભુપતભાઈ મણવર (47)અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં પરિમલ એગ્રો નામનું તેલનું તેઓનું કારખાનું આવેલું છે અને કારખાનાના શેડમાં મુકેલ બારી કોઈપણ હથિયાર વડે ખોલી નાખીને લોખંડની ગ્રીલને કાપી નાખવામાં આવી હતી અને ત્યારબાદ અજાણ્યા શખ્સ દ્વારા ઓઇલ મીલની અંદર પ્રવેશ કરવામાં આવેલ હતો અને ત્યાં અલગ અલગ પેનલથી ઈલેક્ટ્રીક મોટર સુધી અને પેનલથી પેનલ સુધી ઈલેક્ટ્રીક પાવરની સપ્લાય માટે થઈને અલગ અલગ સાઈઝના કોપર કેબલ વાયર ફીટ કરવામાં આવ્યા હતા જેમાંથી 268 મીટર કોપર કેવલ વાયરને કાપીને તેની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,98,930 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News