મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન
મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ
SHARE
મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ
છેલ્લા 8 વર્ષોથી 500 કિલોથી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓનું વિતરણ આર્મી તથા બીએસએફના જવાનો કરીને પારિવારની ભાવના સાથે મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ પી.જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, એચડીએફસી બેન્કના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા પ્રમોદસિંહ રાણા, સજ્જનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, પોલીસ લાઇન તાલુકા શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ, માવનુ ગામ પ્રાથમિક શાળાના શિક્ષક મહિપાલસિંહ જાડેજા, અગ્રપ્તિ તબીબ ડો. પરિક્ષિત જોબનપુત્રા, બિઝનેસમેન ચેતનભાઈ ભાનુશાળી, ચંદ્રેશભાઇ રાવલ, મયુર કક્કડ, પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી તેમજ કોલેજના વિદ્યાર્થીઓ શ્યામ ચાવડા, જીત નિમાવત, યશ વૈષ્ણવ, સ્તવન જોબનપુત્રા, સ્મિતરાજ સિંહ રાણા, દ્વિજ જાડેજા અને દેવર્ષ ભટ્ટ દ્વારા મીઠાઇ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લનો જન્મદિવસ હોવાથી ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ હનુમાન મંદિર ખાતે વૈદિક યજ્ઞ કરીને જન્મ દિવસની અને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી