મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી
મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
BAMS ડોક્ટર એસોસિએશન, શ્રી મોરબી વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ મોરબી તરફથી ધનતેરસના દિવસે આરોગ્યના દેવતા ભગવાન શ્રી ધન્વંતરી, મા લક્ષ્મીજી તથા ગણેશજીનું પૂજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં 150 થી વધુ ડોક્ટર મિત્રો તથા જિલ્લા ભાજપાના હોદ્દેદારએ પૂજન અર્ચન કરી અને આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ-શાંતિ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે અને સમગ્ર સમાજ નિરોગી અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાપ્રસાદના દાતા ડો. નરશીભાઈ ભલગામડિયા પરિવારનું શાલ ઓઢાડી શુભેચ્છા ભેટ આપી ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વૈદ્યસભાના પ્રમુખ ડૉ. બી.કે. લહેરૂ, ભાજપા ડોક્ટર સેલના સહકન્વીનર તથા ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના મેમ્બર ડૉ. આશિષ ત્રિવેદી, BAMS એસોસિએશનના પ્રમુખ ડૉ. જીતેશ દઢાણીયા તથા તેની સમગ્ર ટીમને ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે.