મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

નશાની ખેતીનો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 364 છોડનું વાવેતર !, 16.57 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE









નશાની ખેતીનો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 364 છોડનું વાવેતર !, 16.57 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે ગઈકાલે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના 364 છોડ મળી આવ્યા હતા જેથી તાત્કાલિક એફએસએલ અને તોલમાપ વિભાગની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને ગાંજાનો વજન કરવામાં આવતા કુલ વજન 33.050 કિલો ગ્રામ થયો હતો જેથી 16,52,500 નો ગાંજો અને એક મોબાઈલ મળીને કુલ 16,57,500 ના મુદ્દામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.

હળવદના ચિત્રોડી ગામે ગઈકાલે સાંજે એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમ દ્વારા ખેતરમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ખેતરમાં એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને સ્થળ ઉપરથી ગાંજાના 364 જેટલા છોડ મળી આવ્યા હતા જેથી તાત્કાલિક એફએસએલ અને તોલમાપ વિભાગની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને મળી આવેલ ગાંજાના છોડનું વજન કરવામાં આવતા કુલ વજન 33.050 કિલો ગ્રામ થયું હતું જેની કુલ કિંમત 16,52,500 રૂપિયા થાય છે તે ઉપરાંત 1 મોબાઇલ ફોન જેની કિંમત 5000 રૂપિયા આમ કુલ મળીને 16,57,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં સ્થળ ઉપરથી પોલીસે આરોપી વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલીયા (30) રહે. ચિત્રોડી હનીફભાઈની વાડીમાં હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે હનીફભાઈએ તેની વાડી આરોપી વિપુલભાઈને વાવવા માટે થઈને આપેલી છે અને હાલમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જોકે અગાઉ આ શખ્સ દ્વારા ગાંજાની ખેતી કરવામાં આવી હતી કે કેમ તે સહિતની બાબતોની તપાસ હવે પોલીસ દ્વારા હાથ કરવામાં આવી છે આ રેડની કામગીરી મોરબી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ ડી.વી. ખરાડી તથા પીએસઆઇ એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News