મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી


SHARE









મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી

મોરબીના રહેવાસી અને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના પી.પી.જોશી દ્વારા વિભાગીય નિયામક એસટી ડિવિઝન મહેસાણાને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે, મોરબી-બહુચરાજીની જે બસ ચાલે છે તે બસને જો પાટણ સુધી લંબાવવામાં આવે તો વધારાના કોઈ ખર્ચ વિના એસટી વિભાગને વધુ લાભ થઈ શકે તેમ છે અને મુસાફર જનતાને પણ ફાયદો થાય તેમ હોય આ બાબતે યોગ્ય કરવું જરૂરી છે.

વધુમાં જણાવ્યું હતુ કે મહેસાણા વિભાગ હેઠળ ચાલતી બહુચરાજી-પાટણ-મોરબી જે રીટર્નમાં મોરબીથી બહુચરાજી સુધી જાય છે. જે બસને પાટણ સુધી લંબાવવાની જરૂર છે. કારણ કે મોરબી હળવદ વિસ્તારનાં ઘણા મુસાફર જનતા પાટણ પિતૃકાર્ય માટે જાય છે.ઘણા લોકો કાયમી દવા માટે પાટણ જાય છે.જેથી આ મુસાફરોને બહુચરાજીથી બસ બદલવી પડે છે અને તે દિવસે પરત આવી શકતા નથી.આ બસ હાલમાં મોરબીથી બહુચરાજી સવારે ૫:૪૫ વાગ્યે ઉપડે છે તેનાં બદલે જો સવારે પાંચ વાગ્યાનો ટાઈમ કરવામાં આવે તો આ બસ પાટણ સુધી જઈ શકે તેમ છે અને સંસ્થાની આવકમાં પણ વધારો થાય તેમ છે અને મુસાફરને સીધી સુવિધા મળે તેમ છે. અથવા બીજો વિકલ્પ એ છે કે જો આ બસને પાટણ સુધી લંબાવવામાં ન આવે તો આ બસનું સંચાલન પાટણ ડેપોને આપવામાં આવે તો તે રીતે થઈ શકે તેમ છે.વધુમાં જણાવવાનું કે આ બંને ડેપો મહેસાણા વિભાગના હોય યોગ્ય નિર્ણય લેવા લોકોના હીતમાં અરજ છે. આમા સંસ્થાને કોઇ નુકશાન નથી મુસાફર અને સંસ્થા બંનેનું હીત છે.તો આ બાબતે યોગ્ય કરવા પી.પી.જોષીએ માંગ કરેલ છે




Latest News