મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરનારા 4 શખ્સોની ધરપકડ
મોરબીના લાલપર ગામે ટ્રક - બાઈક વચ્ચે અકસ્માત : બે યુવાને ઈજા
SHARE
મોરબીના લાલપર ગામે ટ્રક - બાઈક વચ્ચે અકસ્માત : બે યુવાને ઈજા
મોરબી-વાંકાનેર હાઈવે લાલપર ગામે આવેલ સંતકૃપા ક્રેન સામે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા તૌફીક આદમભાઈ લધાણી (34) અને નવજીવન રાજસિંગ (37) રહે. મચ્છુનગર રફાળેશ્વરને ઈજાઓ થઈ હતી. જેથી બન્નેને અત્રેની સીવીલે લાવવામાં આવ્યા હતા. વધુ ઈજા પામેલા નવજીવન રાજસિંગને રાજકોટ ખસેડાયો હતો. પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ. ગરીયાએ નોંધ કરી તપાસ હાથ ધરેલ છે.જયારે લખધીરપુર રોડ શિવમ એન્ટીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા દિનેશ અંબાલાલ ચૌહાણ (70)ને અકસ્માતે ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લવાયા હતા. દિનેશભાઈ ચોટીલા જવા નિકળ્યા હતા. ત્યારે રીક્ષામાંથી ઉતરતી વખતે કાર ચાલકે હડફેટે લેતા 108 વડે દવાખાને ખસેડાયા હતા.
મારામારી
રફાળેશ્વર ગામે ઘરે થયેલી મારામારીમાં ઈજા પામેલા ભાનુબેન લક્ષ્મણભાઈ સોલંકી (45) અને કંચનબેન તુલસીભાઈ સોલંકી (22)ને સિવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લખધીરપુરથી નવાગામ જતા રસ્તે બાઈક સ્લીપ થતા રાહુલ ભરતભાઈ જોગડીયા (18) રહે. લખધીરપુરને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.માળીયા હાઈવે ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા અજય કરશનભાઈ મોરવાડીયા (35) નામના યુવાનને રાત્રે ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે રહેતો રવિ રતીભાઈ પેથાણી રામ ચોક પાસેના દર્શન ચશ્મા નજીક હતો ત્યાં મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. જયારે પંચાસર રોડ સુંદરમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરીવારનો પ્રિત જગદીશભાઈ ઉધરેજા નામનો દશ વર્ષનો બાળક એપાર્ટમેન્ટ પાસે હતો ત્યાં કોઈ અજાણી ગાડી વાળાએ હડફેટે લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો.
મહીલા સારવારમાં
મોરબીના દલવાડી સર્કલ પાસે આવાસના કવાટરમાં રહેતા મુળ બોટાદના સંગીતાબેન દિનેશભાઈ ચીખલીયા નામની 32 વર્ષની મહિલાને અજાણ્યા ઈસમે આવાસના કવાટર ખાતે માર મારી ગળુ દબાવતા સંગીતાબેનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જયારે સામાકાંઠે ઈન્દીરાનગર (મહેન્દ્રનગર) ખાતે અરબાઝભાઈની દુકાન પાછળ રહેતો અનવર અલ્લારખાભાઈ જામ નામનો 27 વર્ષનો યુવાન બાઈક લઈને કામ ઉપર જવા નિકળ્યો હતો. ત્યારે માળીયા ફાટક પાસે બાઈક નં. જીજે 03 ઈ 4317 સાથે અથડામણ થતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો