મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ


SHARE









મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ

મોરબીના જુના સાદુળકા ગામ પાસે નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમે થોડા દિવસો પહેલા રેડ કરીને એક હિટાચી, બે ડમ્પર અને એક ટ્રેક્ટર લોડરને જપ્ત કર્યા હતા જો કે, ત્યાર બાદ ચાર શખ્સોએ ત્યાં આવીને ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ઝઘડો કર્યો હતો અને ઢિકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને જપ્ત કરવામાં આવેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યું હતું જે બનાવમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા હાલમાં ત્રણ શખ્સોને 61.77 લાખના દંડ માટે નોટિસ આપવામાં આવેલ છે.

મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ નદીની પટમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય ત્યાં ચેકિંગ દરમિયાન ફરિયાદીની ટીમ દ્વારા વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા તેવામાં ચારેય આરોપીઓ સ્કોર્પિયો ગાડી તથા એન્ડેવર કાર લઈને ત્યાં જયદીપસિંહ જીવુભા ઝાલા, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ જીવાભાઈ આવ્યા હતા અને તેઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીની સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જપ્ત કરેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીથી લઈ ગયા હતા જ્કેથી કરીને અધિકારીએ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે 4 આરોપીને પકડીને કાર્યવાહી કરી હતી.

દરમ્યાન મચ્છુ નદીના પટમાં કચેરીના સર્વેયર દ્વારા કરવામાં આવેલ માપણી મુજબ કુલ 17.663 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે ખનન થયાનું હોવાનું સામે આવ્યું છે જેથી સાદી રેતી ખનીજ પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા 240 લેખે 42,39,137 અને કમ્પાઉન્ડીંગ ફીના 2 લાખ ઉપરાંત ખનીજ કિમતના 41 ટકા મુજબ રૂપિયા 98.4 પ્રતિ મેટ્રિક ટન લેખે 17,38,046  પર્યાવરણીય નુકશાની વળતરની રકમ આમ કુલ મળીને 61,77,183 રૂપિયાનો દંડ માટે જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ (એક્ષેવેટર મશીનના માલિક અને વહીવટકર્તા), માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા (એક્ષેવેટર મશીનના માલિક અને વહીવટકર્તા) અને હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા (એક્ષેવેટર મશીનના માલિક અને વહીવટકર્તા)ને નોટીસ ફટકારી છે અને ગુનો માંડવાળ કરી સમાધાનની રકમ ભરપાઈ કરવા સંમત છો કે કેમ ? તે અંગેના ખુલાસા સહ જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તા. 17/11/26 ના રોજ બપોરે 12 કલાકે ખાણ ખનીજની ઓફિસે ભૂસ્તરશાસ્ત્રી સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અને જો હાજર નહિ રહે તો કશું જ કહેવાનું નથી તેમ માનીને આપની માલિકીનું એક્ષેવેટર મશીનનું કોર્ટે રાહે રાજ્યસાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે




Latest News