વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો


SHARE











માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો

માળીયા (મી)ના વવાણિયા ગામનો યુવાન ગામમાં આવેલ હુસેની ચોક પાસે પંચરની દુકાન નજીક હતો ત્યારે તે યુવાનને અગાઉ જેની સાથે પ્રેમસંબંધ હતો તે છોકરીના કાકાના દીકરા સહિત ત્રણ શખ્સો દ્વારા યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળો આપીને છરી વડે હુમલો કરીને યુવાનને જમણા પગના સાથળના ભાગે છરી મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


મૂળ વવાણીયા ગામના રહેવાસી અને હાલમાં આદિપુર ખાતે આવેલ ડીસી પાંચ સોસાયટી ઓસ્લો હાઇવે ખાતે રહેતા યાસીન સલીમભાઈ સાઇચા (18)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાસીર હાજીભાઈ સાઈચા અને ખાલીદ હાજીભાઈ સાઇચા રહે. બંને ન્યુ નવલખી માળીયા મીયાણા તથા જમીલ વાઢેર રહે. મુન્દ્રા કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેણે જણાવ્યુ છે કે,  આરોપી નાસીર સાઇચાની મોટા બાપુની દીકરી સાથે આજથી બે વર્ષ પહેલા તેને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને તેનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો અને આરોપી નાસીરે ફરિયાદીને ગાળો આપીને તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીનેફરિયાદીને જમણા પગના સાથળના ભાગે છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો  નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક સોસાયટી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા લક્ષ્મણભાઈ તળશીભાઇ દારોદરા (58) રહે. મારુતિ પાર્ક નવલખી રોડ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડા 1150 રૂપિયા સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સની પૂછપરછ દરમિયાન તેની પાસેથી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા રહે. રણછોડનગર સાઈબાબાના મંદિર પાછળ મોરબી તથા વિનોદભાઈ કરસનભાઈ રાઠોડ રહે. રણમલપુર તાલુકો હળવદ વાળાના નામ સામે આવ્યા હોય 3 શખ્સોની સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News