રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા
SHARE
વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા
વાંકાનેર સિટી પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં લાભુભાઈ મેરૂભાઈના ઘર નજીક સાંજે પાંચેક વાગ્યે રેડ કરી હતી.ત્યાં ઘર પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.જેથી સ્થળ ઉપરથી પોલીસએ નટવરભાઇ મનસુખભાઇ સીતાપરા કોળી (ઉ.વ.૩૩) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.ગોકુળનગર વાંકાનેર, રમેશભાઇ મગનભાઇ દેગામા કોળી (ઉ.વ.૪૧) ધંધો ડ્રાઇવિંગ રહે.જીનપરા શેરી નંબર-૧૩ વાંકાનેર, સંજયભાઇ દેવકરણભાઇ દેદાણ કોળી (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.જીનપરા શેરી નંબર-૧૦ વાંકાનેર અને છનાભાઇ છગનભાઇ બારૈયા કોળી (ઉ.વ.૫૩) ધંધો મજુરી રહે.જીનપરા શેરી નંબર-૧૨ વાંકાનેર જાહેરમાં બેસી ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી તીન પતીનો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી સ્થળ ઉપરથી રોકડા રૂા.૫૫૫૦ સાથે ચારેયની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
અજાણ્યા વૃદ્ધ સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખાખરડા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આશરે ૬૦ વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર ઇજાઓ થઈ હોય ૧૦૮ વડે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.સ્થાનિક ગ્રામજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે બાઈક અથડાયા હતા.જેમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ થયેલ છે.હાલ અજાણ્યા વૃદ્ધની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
મારામારી
માળિયા મીંયાણા પાસે આવેલ સુરજબારી વિસ્તારમાં રહેતા એઝાજભાઈ રમજાનભાઈ જેડા નામનો ૨૦ વર્ષનો યુવાન કચ્છ વિસ્તારમાં આવેલ ચોરાવાડ ખાતે મીઠાના કારખાના પાસે હતો ત્યાં તેને ઉપર પંદરેક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં તેને માથામાં ધારીયુ અને અન્ય હથિયાર મારવામાં આવ્યા હોય એઝાજભાઈ જેડાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીંયાણાના સરવડ ગામે રહેતા પરિવારની સવિતા માધવભાઈ ભાંભર નામની પાંચ વર્ષની બાળકીને ઘરે સાપ કરડી ગયો હતો.જેથી સારવારમાં સિવિલે લાવવામાં આવી હતી.તેમજ ઘુંટુ ગામ પાસે આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં હિતેશ ધીરૂભાઈ પાટડીયા (૩૦) રહે.નટવર પાર્ક સોસાયટી, ફ્લોરાની સામે, સામાકાંઠે મોરબી-૨ વાળાને ઈજા થઈ હતી.જેથી તેને સારવાર માટે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.તે બાઇક લઈને જતો હતો ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લીધો હોય ઇજા થતા તેને સારવારમાં ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.