હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરી ઘરેથી નાસ્તો લેવા માટે બહાર ગઈ હતી અને બાદમાં પરત આવેલ નથી.જેથી પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે હાલ અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો દાખલ કરી સગીરાને શોધવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગરના અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરી તા.૨૯-૯ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી ભાગ (નાસ્તો) લેવા માટે બહાર ગયેલ હતી. અને બાદ પરત આવેલ નથી.જેથી પરિવારએ ઘરમેળે શોધખોળ કરી હતી.છતાં ગુમ થયેલ સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી કરીને પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ આ બાબતે પોલીસ દ્વારા અજાણ્યા ઇસમની સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને ગુમ થયેલ સગીરાને શોધવા માટે પીએસઆઇ એમ.આર.સિંધવ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

દવા પી લેતા સારવારમાં

માળિયા મિંયાણાના કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ રવજીભાઈ ભાડજા નામના ૮૫ વર્ષના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર અજાણી દવા પી લેતા તેમને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના ટીકર રોડ ખાતે રહેતા સુલેમાન જબાખાન પઠાણ નામના ૨૮ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે આવેલ ગામના પાટીયા નજીક ઉભેલા રાજુ માનસારામ નરગાવા, અનુબેન રાજુભાઈ નરગાવા (૨૫), નાનુબેન રાજુભાઈ નરગાવા (૧૫), વંશ રાજુભાઈ (૧૩) અને રાજન રાજુભાઈ (૧૦) ને અજાણ્યા બસ ચાલકે હડફેટે લેતા પાંચેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.તેમજ મોરબી-રાજકોટ હાઇવે ઉપર બની રહેલ નવી મેડિકલ કોલેજ નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલ ફૈઝાન અકબરભાઇ ચાનીયા (૨૦) રહે.કાલીકા પ્લોટ મોરબીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામે ન્યુએરા સ્કૂલ નજીક માથામાં ચાવી મારવામાં આવતા વિવેક પ્રકાશભાઈ માવાસી નામના ૩૨ વર્ષના યુવાનને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વીસીપરામાં રહેતા મહેશ ગોવિંદભાઈ ગોહિલ (૨૮) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી.અહિંની આયુષ હોસ્પિટલ પાસે બનેલા આ અકસ્માત બનાવમાં ઈજા પામેલ મહેશભાઈ ગોહિલને ત્યાં આવેલી આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.




Latest News