હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો હતો જ્યારે હળવદના ગોલાસણ ગામ પાસે બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળ બદલવા જતા સમયે જાળમાં પગ ફસાઈ જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના કવાર્ટરમાં રહેતા છાયમભાઈ અબ્દુલરહેમાન બિસ્તી (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતમાં બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ નંદરામભાઈ મેસવાણીયા ચલાવી રહ્યા છે જ્યારે હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળ બદલવા જતા સમયે માછીમારીની જાળમાં પગ ફસાઈ જવાના કારણે અજીતભાઈ નરસીભાઈ સુરેલા (35) રહે. ગોલાસણ વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની રાયધનભાઈ નરસીભાઈ સુરેલા (40) રહે ગોલાસણ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News