મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા
SHARE
મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા
સમગ્ર ગુજરાતની અંદર લાંચિયા અધિકારીને પકડવા માટે એસીબી દ્વારા જુદી જુદી જગ્યા ઉપર સફળ રેડ કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા લાંચ માંગવાનું બંધ કરવામાં આવતું નથી તેવામાં મોરબી તાલુકા સેવા સદન ખાતે કાર્યરત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગનની કચેરીના નાયબ નિયામક દ્વારા 25,000 રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી અને આ લાંચની રકમ સ્વીકારતા અધિકારી અને તેના ડ્રાઇવરને એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને મોરબી જિલ્લા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હાલમાં એસીબીના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઈઝર અને કન્સલ્ટિંગ તરીકે કામ કરતા હોય તેઓને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા અને ફેક્ટરીમાં વિઝીટ કરીને હેરાન પરેશાન નહીં કરવા બદલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસીલીટેટર ફોર ફેક્ટરીઝ વર્ગ 1 ના અધિકારી જતીનભાઈ સુરેશચંદ્ર આદેશરા દ્વારા 25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબીની ટીમ દ્વારા મોરબીના લાલબાગમાં આવેલ તાલુકા સેવા સદન ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યાં 25,000 ની લાંચ સ્વીકારતા અધિકારી જતીનભાઈ સુરેશચંદ્ર આદેશરા (43) રહે. મંગલમ પ્લોટ ભક્તિનગર સોસાયટી શેરી નંબર 1 શ્રીરામ નિવાસ સામે રાજકોટ તથા ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા (28) રહે ભારતીય એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ફ્લેટ નંબર એક મારુતિ નગર 2 એરપોર્ટ રોડ રાજકોટને ઝડપી લેવામાં આવ્યા છે અને બંનેની સામે મોરબી જિલ્લા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી મોરબી જિલ્લા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. દેકાવાડીયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી