મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત
માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી
SHARE
માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી કેબલ વાયરની અવારનવાર ચોરી થતી હોય છે અને ખાસ કરીને ચાલુ વીજ લાઈનમાંથી વાયરો કટ કરીને વાયરોની ચોરી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત બની છે તેઓમાં વધુ એક વખત માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામની સીમમાં આવેલ માઇનોર કેનાલની બાજુમાંથી અંદાજે 1560 મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર જેની કિંમત 47,007 રૂપિયા થાય છે તે વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકર (34)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પીજીવીસીએલના પીપળીયા સબ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર ગામથી ચીખલી ગામ તરફ જતા આશરે 200 મીટર પહેલા પીજીવીસીએલની 11 કેવી વીજ લાઈન માણાબા એજી વીજ ફીડરના પોલ નંબર 832 થી 848 સુધીમાં એલ્યુમિનિયમનો 34 એમએમ સ્ક્વેર વાયર ટોટલ 13 ગાળામાંથી 1560 મીટર જેની કિંમત 47,007 રૂપિયા થાય છે તે વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.