મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા
SHARE
તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા
મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સોની સામે ફ્રોડની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જે બનાવમાં આરોપીઓએ ફરિયાદીના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી હતી અને તેની પાસેથી 86.25 લાખની રકમ ટ્રાન્સફર કરાવીને ફ્રોડ કર્યું હતું જે ગુનામાં પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ 61 લાખની રકમ રીકવર કરી હતી. આ રકમ કોર્ટના હુકમ મુજબ મૂળ માલિકને એસપી ઓફિસે બોલાવીને એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી વિરલ દલવાડી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસની હાજરીમાં ફરિયાદીને પરત આપવામાં આવેલ છે.