મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં બાળમજૂરીની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને ખાસ કરીને જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા માટેનો કાર્યક્રમ પણ યોજાયો હતો

આ ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા લાલાભાઈ બ્રેડવાળા, બસ સ્ટેશન સહિત મોરબી જિલ્લાના બે સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કાયદેસરની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧ તરૂણ શ્રમિકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો તેમજ નિયમભંગ કરનાર સંબંધિત સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો માટે બાળમજૂરી પ્રથા નાબૂદી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ સંચાલકોને બાળમજૂરી અંગેના કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી પોતાની સંસ્થાઓ કે વ્યવસાયિક એકમોમાં બાળકો કે તરૂણ શ્રમિકોને કામે ન રાખવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા.




Latest News