તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ
SHARE
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખનું નામ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, કારોબારી સભ્યો, ખજાનચી, મીડિયા કન્વીનર સહિતના તમામ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પદે થોડા સમય પહેલા મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર)નું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે જિલ્લા રાજપૂત સમાજની કારોબારીની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં મહામંત્રી પદે મહાવીરસિંહ જે. જાડેજા (સગાડીયા) તથા ઉપપ્રમુખમાં મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલી), પ્રવિણસિંહ બી. ઝાલા (જુના સદુળકા), અનિરુદ્ધસિંહ પી. જાડેજા (વાધરવા) જશવંતસિંહ એચ. ઝાલા (કટુડા), રાજેન્દ્રસિંહ પી. ઝાલા (પંચાસર), વિરપાલસિંહ એન. ઝાલા (પંચાસર) અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શનાળા)નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પાંચ તાલુકાના કન્વીનરોમાં મોરબી તાલુકામાં ક્રિપાલસિંહ જે. જાડેજા અને અજયસિંહ આર. જાડેજા, ટંકારા તાલુકામાં ગિરિરાજસિંહ એચ. જાડેજા, ધર્મરાજસિંહ બી. ઝાલા અને કિરીટસિંહ બી. ઝાલા, વાંકાનેર તાલુકામાં રાજેન્દ્રસિંહ પી. જાડેજા અને કૃષ્ણસિંહ એ. ઝાલા, હળવદ તાલુકામાં મહિપાલસિંહ વી. ઝાલા અને સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ માળિયા તાલુકામાં ભરતસિંહ એમ. પરમાર, ધ્રુવરાજસિંહ ડી. જાડેજા અને જનકસિંહ એચ. જાડેજા તેમજ બે મીડિયા કન્વીનરમાં મહેન્દ્રસિંહ ડી. જાડેજા (મોટા ભેલા) અને બ્રિજરાજસિંહ સી. ઝાલા (ખાગેશ્રી)નો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આઠ સહમંત્રી, આઠ સંગઠન મંત્રી, પાંચ સાંસ્કૃતિક મંત્રી અને 24 કારોબારી સદસ્યના નામ જાહેર કરવામાં આવ્યા છે