તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE









તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા યુવાનને "તે અમારું સમાધાન થવા દીધેલ નહીં" તેવું કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ પાંચ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાન અને સાહેદને મારમારીને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ત્યાર બાદમાં આરોપીઓ સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી ગયા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા કિશનભાઇ રઘુભાઈ બાવળીયા (30) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ગેલાભાઈ સરૈયા, હીરાભાઈ ગેલાભાઈ, માંડણભાઈ હિરજીભાઈ, મનીષભાઈ હીરજીભાઈ અને લાલાભાઇ મસાભાઈ રહે. બધા જેતપરડા તાલુકો વાંકાનેર તથા બે અજાણ્યા શખ્સો ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જયેશભાઈ સરૈયા તેઓની પાસે આવ્યા હતા અને તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અડધા કલાક પછી હીરાભાઈ માંડણભાઈ અને મનીષભાઈ ક્રેટા ગાડી નંબર જીજે 36 એજે 6212 લઈને ત્યાં આવ્યા હતા ને ફરિયાદી સાથે તને ગામમાં બધી બાબતમાં બહુ રસ છે તે અમારું સમાધાન થવા દીધેલ નહીં તેમ કહીને યુવાનને ગાળો આપી હતી અને ફરિયાદી સાથે માથાકૂટ ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ક્રેટ ગાડીમાંથી ચારેય જણા લાકડી કાઢી આવ્યા હતા અને લાલાભાઇએ ફરિયાદીને લાકડીનો ઘા માર્યો હતો તથા સાહેદ સનતભાઈ અને રાયધનભાઈ વચ્ચે પડતા તેને હીરાભાઈએ લાકડી વડે માર મારીને ઈજાઓ કરી હતી દરમિયાન ત્યાં સ્કોર્પિયો ગાડી નંબર 4647 આવી હતી અને તેમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને તેને ફરિયાદી તથા સાહેદો સાથે માથાકૂટ કરી હતી ત્યારબાદ બધા આરોપીઓ વાહન લઈને ત્યાંથી નાસી ગયા હતા જોકે આ બનાવમાં ફરીયાદી તથા સાહેદને શરીરને ફેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News