ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો!
SHARE
ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો ! મોરબી પંથકનો બનાવ : પ્રચારની ઘેલછા અંગે પોલીસની તપાસ
મોરબીના આંદરણા ગામ પાસે અજીબ બનાવ બન્યો હતો. જેમાં સોશ્યલ મીડીયામાં છવાઈ જવા ઈન્સ્ટાગ્રામમાં લાઈક- ફોલોવર્સ માટે યુવાને ઝેરી દવાનો ઘુંટડો ભરી વીડિયો ઈન્સ્ટાગ્રામમાં વાઈરલ કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશનો અને હાલ આંદરણા ગામે સુરેશભાઈ પટેલની વાડીએ રહીને ખેતમજુરીનું કામ કરતા કેમતાભાઈ લાલુભાઈ ધાનક નામના યુવાને ઈન્સ્ટાગ્રામમાં વધુ લાઈક મળે તે માટે ઝેરી દવાનો વીડિયો બનાવ્યો હતો.જોકે તેણે ઝેરી દવા પીધી ન હતી માત્ર મોઢામાં રાખીને તે વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. આ જીવલેણ પણ સાબીત થઈ શકે તેમ હતું. હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થવાની ઘેલછા કઈ હદે વધી રહી છે તે આ ઘટના ઉપરથી સૌને વિચારતા કરી મુકે તેમ છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી તપાસ કરી હતી.
વાહન અકસ્માત
સામાકાંઠે સર્કીટ હાઉસ સામે અજાણ્યા વાહન ચાલકે એક અજાણ્યા પુરૂષને ઠોકર મારતા ઈજાગ્રસ્ત પુરૂષને બેભાન હાલતમાં 108 વડે અત્રે સિવિલે ખસેડાયો હતો. જયારે લાલપર ગામે રહેતા ગૌરીબેન કમાલભાઈ વિશ્ર્વકર્મા નામના 55 વર્ષના વૃધ્ધા લાલપર સીરામીક સીટીની પાસે આવેલા અવધ પેલેસ નજીક કામ કરતા હતા ત્યારે કોઈ વ્યકિતએ તેઓને ધકકો મારતા પડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
આધેડ સારવારમાં
મોરબી વીસીપરા ઉજાલા ડેરી પાસે રહેતા કાદરભાઈ નુરમામદભાઈ જેરીયા (42) નામના યુવાને ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેમના સાળાના દિકરા સોયેબએ પૈસા ઉછીના લીધેલ જેમાં પોતે વચ્ચે રહ્યા હોય પૈસા પરત આપવાની ચીંતામાં તેઓએ આ પગલુ ભરી લીધુ હતું.
પરણીતા સારવારમાં
મોરબીના ઉંચીપાંડલ ગામે મેઈન બજાર બાપા સીતારામ મઢુલી પાસે રહેતા જાન્વીબેન રવીભાઈ દેગામા (19) નામની પરણીતાએ કોઈ કારણોસર ફીનાઈલ પી લીધુ હતું. તેણીનો લગ્નગાળો ઓછો હોય પીએસઆઈ એચ.આર. જાડેજાએ કારણ અંગે તપાસ કરી હતી.
જયારે વાંકડા ગામે ખરાબામાં પાદર નજીક ગોજારો બનાવ બન્યો હતો. જેમાં ઈલેકટ્રીકનો તાર તુટી પડીને બે ભેંસ ઉપર પડતા બે ભેંસના મોત થયા હતા. તે અંગે વેલજીભાઈ દેવાભાઈ રાતડીયા ભરવાડ (32)એ તાલુકા પોલીસને જાણ કરી હતી. જયારે રંગપર ગામે ગોડાઉનમાં સાપ કરડી જતા અજીત શ્રીહરીભાઈ સિંધવ (30) સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો









