મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી


SHARE









મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી

 

મોરબીના હરીપર (કેરાળા) ગામેથી સગીરાનું અપહરણ થતા પોલીસે શોધવા માટે કવાયત શરૂ કરેલ છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ હરીપર ગામે રહેતા પરીવારની તેર વર્ષની દીકરી ગુમ થઈ ગયેલ છે.

પરીવારે શોધખોળ કરવા છતા તેણીનો પતો ન લાગતા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે. હાલ સગીરા ગુમ થયેલ છે કે તેણીનું અપહરણ થયું છે તે દિશામાં તેમજ ગુમ થયેલ સગીરાને શોધવા માટે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમની સામે અપહરણનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

સાપ કરડી ગયો
 વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતા પરીવારના કેવીન રાજુભાઈ ડાભી નામના દશ વર્ષના બાળકને સાપ કરડી જતા અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે થાન તાલુકાના વીજળીયા ગામે રહેતા ભાવનાબેન રમેશભાઈ ઉકાભાઈ સારદીયા (35) નામની મહિલાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 ટંકારા પાસે આવેલ દાદાવાડી હોટલ નજીક કારના ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા તન્નુબેન સાગરભાઈ મિયાત્રા (4) અને ખુશીબેન અનીલભાઈ મિયાત્રા (11) રહે. બંને ટંકારાને ઈજાઓ થતા 108 વડે અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારી
 મોરબી નજીક આવેલ અજંતા કલોક પાસે મારામારીમાં ઈજા પામેલા યુનુસ ઓસમાણ જેડા (55) અને ઓસમાણ મામદભાઈ જેડા (80) રહે. મિતાણાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેરના વાંકીયા ગામે વાડી વિસ્તારમાં ધતુરાના ડોડવા ખાઈ જતા બેભાન થઈ ગયેલા સમીર વિનોદભાઈ વિશ્ર્વકર્મા (17) રહે. વાંકીયાને અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતો.

વૃધ્દ સારવારમાં
 હળવદ બસ સ્ટેશનની પાછળ રહેતા કેશાભાઈ કરશનભાઈ પરમાર (66) બમ્પમાં પુત્રના બાઈકમાંથી નીચે પડી ગયા હોય ઈજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેર ખાતે પચ્ચીસ વારીયામાં રહેતા અકબર મુસાભાઈ માજોઠી (30)એ ઘરે દવા પી લેતા વધુ સારવાર માટે તેને અહીંની સીવીલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. પોલીસે નોંધ કરી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી




Latest News