મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ
SHARE
હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ
(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. 2
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પૂરું પડ્યું છે અને તેઓએ ધારાસભ્ય તરીકે મળતા માસિક પગાર તથા ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનનો સ્વૈચ્છિક અને કાયમી ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે.
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યએ આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી, પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર પગાર બંધ કરવા તથા ભવિષ્યમાં પેન્શન ન મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. વધુમાં પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર આર્થિક રીતે સુખી અને સક્ષમ છીએ. મારી વ્યક્તિગત કે પારિવારિક જરૂરિયાતો માટે સરકારી પગાર કે પેન્શનની આવશ્યકતા નથી. જાહેરજીવન મારા માટે પદ, પ્રતિષ્ઠા કે આર્થિક લાભ મેળવવાનું સાધન નહીં, પરંતુ નિઃસ્વાર્થ લોકસેવા અને માનવકલ્યાણનું માધ્યમ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું મારા મતવિસ્તારના પ્રજાજનોના હિત માટે હંમેશાં કટિબદ્ધ છું અને ભવિષ્યમાં પણ સામાન્ય માણસોના હિત, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે નિરંતર કાર્ય કરતો રહીશ. પગાર અને પેન્શનનો ત્યાગ એ લોકસેવાની જવાબદારીમાંથી નિવૃત્તિ નથી, પરંતુ વધુ નિઃસ્વાર્થ ભાવથી લોકસેવા કરવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.” અને અંતમાં પ્રકાશભાઈ વરમોરાએ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત, સ્વૈચ્છિક અને કોઈપણ પ્રકારની અપેક્ષા વિનાનો છે. તેમણે પોતાના જીવનમંત્રને પુનરાવર્તિત કરતાં જણાવ્યું હતું કે, “Zero Expectation -Infinite Responsibility” એટ્લે કે, “અપેક્ષા શૂન્ય — જવાબદારી અનંત” મારા માટે સાચી લોકસેવા એટલે પોતાના માટે ઓછામાં ઓછી અપેક્ષા રાખીને સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મહત્તમ જવાબદારી સ્વીકારવી.”









