મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની  ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત


SHARE









મોરબીની  ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ રામકુવા પાસેથી આધેડ મહિલા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ઠોકર મારતા તે નીચે પડી ગયા હતા અને ત્યારે તેઓને માથા, ડાબા હાથ અને પગે ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત થયું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મહેશભાઈ અશોકભાઈ પરમાર (27)એ ટ્રક નંબર જીજે 12 બીવાય 1809 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ત્રાજપર ચોકડી પાસે રામકુવા નજીક વેલનાથ પાન સામેથી ફરિયાદીના માતા રંજનબેન ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના માતાને ઠોકર મારીને હડફેટે લીધા હતા જેથી તેઓ રસ્તા ઉપર નીચે પડી જતા ફરિયાદીના માતાને માથા, ડાબા હાથ અને ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો બાંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News