મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને લૂંટ ચલાવનાર ચાર શખ્સોની ૧.૫ લાખના મુદામાલ સાથે ધરપકડ 


SHARE









મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને લૂંટ ચલાવનાર ચાર શખ્સોની ૧.૫ લાખના મુદામાલ સાથે ધરપકડ 

મોરબીના પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થઈને યુવાન થોડા દિવસો પહેલા પોતાના ઘરે રાત્રિના સમયે જતો હતો ત્યારે યુવાનને રોકીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેની પાસેથી બે મોબાઇલ ફોનની માર મારીને લૂંટ ચલાવવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેનાધારે પોલીસે હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૨ મોબાઈ અને બે બાઇક મળીને દોઢ લાખનો મુદામાલ કબજે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સરદાર રોડ ઉપર આવેલ સુધારા વાળી શેરીમાં ફાયર સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિહાર વિનયચંદ્ર જોશી (ઉમર ૩૨) પિપળી ગામે પાણીના ટાંકા પાસેથી થોડા દિવસો પહેલા રાતે પસાર થતો હતો ત્યારે નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર લઈને બે શખ્સો અને સિલ્વર કલરના બાઈકમાં બીજા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનનું બાઇક ઊભું રખાવીને તેને બાવળની ઝાડીમાં લઈ ગયા હતા જ્યાં તેમણે ઢીકાપાટુનો માર મારીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે ૧૫ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇયલની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના આ બનાવની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપસ કરીને હાલમાં લૂંટના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસ પાસેથી મલ્ટી માહિતી મુજબ રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ દેગામાં જાતે કોળી (૨૦) સોઓરડી શેરી-૧૩ મોરબી, મેહુલ જયંતિભાઈ આઘારા જાતે કોળી (૨૦) રહે ગ્રીન લેન્ડ ચોકડી નવાગામ જ્કાતનાકા પાસે રાજકોટ, સાહિલ સલિમભાઈ ચૌહાણ સિપાઈ (૧૯) ખાત્રીવાડ શેરી-૭ મોરબી અને મોહસીન હમીદભાઈ કટિયા (૧૯) રહે ત્રાજપર ખારી મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ એક મોબાઈલ તેમજ તેના ચાર મોબાઈલ અને અન્ય રાહદારીઓ સહિતના પાસેથી લૂંટેલા ૭ મોબાઈલ આમ કુલ મળીને ૭૦ હજારના મોબાઈલ અને ૮૦ હજારની કિંમતના બે બાઇક આમ કુલ મળીને દોઢ લાખનો મુદામાલ કબજે કર્યો છે




Latest News