મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં આઇસર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત
હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને શેર બજારમાં નુકશાન જતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને શેર બજારમાં નુકશાન જતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદના ચરાડવા ગામે રહેતો યુવાન શેર બજારમાં રોકાણ કરતો હતો અને તેમાં નુકસાની થઈ હોવાથી યુવાન ઉદાસ રહેતો હતો અને આર્થિક સંકળામણથી કંટાળીને તેણે હળવદ તાલુકાના કડિયાણા ગામે આવેલ તેઓના સુરાપુરાદાદાના મંદિરે જઈને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના ચરડવા ગામે રાજપૂત શેરીમાં રહેતા ઉત્તમભાઈ ભુપતભાઈ પઢીયાર (27)એ પોતે પોતાની જાતે કડીયાણા ગામ પાસે આવેલ તેમના સુરાપુરા કાંધાદાદાના મંદિરે જઈને પોતે પોતાની જાતે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ભુપતભાઈ માવુભાઈ પઢીયાર (56)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન શેર બજારમાં રોકાણ કરતો હતો અને તેમાં નુકસાની ગયેલ હોવાથી તે ઉદાસ રહેતો હતો અને આર્થિક સંકળામણના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે









