મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો
SHARE
મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો
મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા પરિવારે તેને રોકીને શેરીમાં પાણી કેમ કાઢો છે તેવું કહીને ગાળો આપી હતી ત્યારબાદ મહિલાઓ સહિતના 8 લોકોએ તેની સાથે જપજપી કરીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ત્રણ મહિલા સહિત 8 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ (36)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલુભાઇ પઢિયાર, શક્તિ દિલુભાઇ પઢીયાર, મેહુલ દિલુભાઈ પઢીયાર, શક્તિના પત્ની, મેહુલના પત્ની, દિલુભાઈના પત્ની, વિપુલ ભીખાભાઈ પઢીયાર અને દિલુભાઈના બાજુમાં રહેતો અજાણ્યો શખ્સ રહે. બધા રામકો વિલેજ સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ બાઈક લઈને આરોપીના ઘર પાસે પહોંચ્યા હતા ત્યારે દિલુભાઈ પઢિયારએ ફરિયાદી પાસે આવી શેરીમાં પાણી કેમ કાઢો છો તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં શક્તિ અને મેહુલ બને ત્યાં આવ્યા હતા ત્યારે મેહુલના હાથમાં લાકડાનો ધોકો હતો ત્યારબાદ તે બંનેના પત્ની ત્યાં આવ્યા હતા અને તેઓએ ફરિયાદી સાથે જપજપી કરીને ફરિયાદીને પકડી રાખેલ ત્યારે મેહુલે તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો જ્યારે દિલુભાઇના પત્ની અને વિપુલ પઢિયારએ ફરિયાદી સાથે જપાજપી કરીને ગાળો આપી હતી અને દિલુભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









