અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો-વેપારીઓને મોટી રાહત:  જીએસટી અધિકારીઓ હવે સીધી ધરપકડ કરી શકશે નહીં મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ


SHARE









અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ

અમદાવાદના એક્સપ્રેસ-વે ટોલનાકા પાસેથી 16.130 કિલો ગાંજા સાથે મોરબીના એક શખસને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ દરમ્યાન મોરબીના એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી અમદાવાદ પોલીસ મોરબી આવી હતી અને હાલમાં મોરબીથી વધુ એક શખ્સની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

અમદાવાદ પોલીસે ગાંજા સાથે મોરબીના રહેવાસી આરોપી ભાવિક મોરડિયા (39) ની ધરપકડ કરી હતી અને તે પોતે હોટેલના ધંધા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે આ આરોપી પાસેથી બે ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકની કુલ 16 કોથળીઓ મળી આવી હતી જેમાં ગાંજાનો જથ્થો ભરેલો હતો જેથી એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પર માલનું પરીક્ષણ કરીને વનસ્પતિજન્ય ગાંજો હોવાનું સામે આવ્યું હતું અને આરોપી પાસેથી ઓડિશાના બાલાંગીર સ્થિત વિશાલ મેગા માર્ટમાંથી ટ્રોલી બેગ ખરીદ્યાનું 3,499 રૂપિયાનું બિલ પણ મળી આવ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ આરોપી ટ્રેન કે ખાનગી બસ મારફતે વડોદરા સુધી પહોંચ્યા બાદ એક્સપ્રેસ-વે પર વાહન બદલીને અમદાવાદથી મોરબી તરફ જવાની ફિરાકમાં હતો, તેવામાં પોલીસે ટોલનાકા પાસે પગપાળા પસાર થતાં આ શખ્સને ઝડપી લીધો હતો

અને આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ કર્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડિશાના બાલાંગીર ખાતે રહેતા અશવીની બેગ પાસેથી 80,000 રૂપિયામાં મેળવ્યો હતો. આ જથ્થો મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરને પહોંચાડવાનો હતો. આ કામગીરી પેટે ભાવિકને પ્રતિ કિલોએ આરોપીને રૂપિયા 6,000 લેખે કમિશન મળવાનું હતું જેથી રામોલ પોલીસે ગાંજો આપનાર ઓડિશાના સપ્લાયર અને મંગાવનાર મોરબીના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની વધુ તપાસ પીઆઈ પ્રતિકકુમાર એન. ઝીંઝુવાડિયા ચલાવી રહ્યા છે અને આ કેસમાં મોરબીના જે શખ્સનું નામ સામે આવ્યું હતું તેને રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ હરેશભાઈ મથુરભાઈ સહિતનો સ્ટાફ મોરબી આવીને આરોપી પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર રહે.પ્રભુકૃપા સોસાયટી મહેન્દ્રનગર બસ સ્ટેશનની સામે, સામાકાંઠે મોરબી-૨ વાળાને લઈ ગયેલ છે




Latest News