મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત સમયપત્રકમાં ફેરફાર
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE









મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના કેરાળી ગામે આસામીએ ન્યાલકરણ એનર્જી એલ.એલ.પી. ચાંચાવદરડાથી શોલાર પોતાના ઘરે ફીટ કરાવતા લાઈટના પ્રશ્ન થતાં તેણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમા કેસ દાખલ કર્યો હતો જેમાં ગ્રાહક અદાલતે સોલારમાં ખામી દૂર કરી આપવી અને ૫૦૦૦ ખર્ચના આપવા હુકમ કરેલ છે.

મોરબી તાલુકાના કેરાળીના વતની લાખાભાઈ ચાવડાએ ચાંચાવદરડાના ન્યાલ કરણ એનર્જી એલ.એલ.પી. પાસેથી પોતાના ઘરે સોલાર લગાવેલ તેમાં લાઈટનાં પ્રશ્ન આવતા આ ઈન્વર્ટરને કારણે પ્રોબલેમ થતો અવાર-નવાર કંપનીને જાણ કરેલ પરંતુ કંપનીએ ગ્રાહક પ્રત્યે ધ્યાન આપ્યુ નહીં. જેથી લાખાભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના રામભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી છે. ગ્રાહકને સંતોષ થાય તે રીતે ઈન્વર્ટર તથા અન્ય ખામી દુર કરી સોલાર વ્યવસ્થિત ચાલે તેમ કરી આપવુ અને રૂ.૫૦૦૦/- ખર્ચના ચુકવવા હુકમ કરેલ છે. મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અને હિતેશભાઈ મહેતા તથા મંત્રી રામભાઈ મહેતાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. 




Latest News