મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા


SHARE









મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને આગામી 6 નવેમ્બરના રોજ સામાન્ય સભાની બેઠક બોલવામાં આવી છે જેમાં જુદા જુદા વિકાસ કામો અને મોરબી જિલ્લા પંચાયત બિલ્ડીંગના રિનોવેશન સહિત એજન્ડા લેવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને આગામી તા. 6 નવેમ્બરના રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વર્ષ 2025-26 ના જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવશે તે ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના તમામ સભ્યોને સરખા ભાગે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે તેમજ જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામને મંજૂરી બાબતનો એજન્ડા લેવામાં આવેલ છે તેમજ વાંકાનેર તાલુકાના ધરમનગર ગામે રેવન્યુ રકબા બાબતે સંમતિ દર્શક ઠરાવ પસાર કરવા, નયાબ જિલ્લા વિકાસ અધિકારીના સરકારી વાહનને કંડમ કરીને નવા વાહનની ખરીદીમ નાણાકીય વર્ષ 202- 26 ના બજેટમાં લાઇબ્રેરી માટે રૂપિયા 40 લાખની રકમની ફાળવણી, જિલ્લા પંચાયત બિલ્ડીંગનું રિનોવેશન અને બાંધકામ શાખા હેઠળ કામમાં ક્ષતિ દાખવનાર એજન્સીને રદ કરીને બ્લેકલિસ્ટ કરવા સહિતના એજન્ડાઓનો બેઠકમાં સમાવેશ કરવામાં આવેલ છે




Latest News