વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત
માળીયા (મી)ના વવાણિયા ગામે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખીને દીકરીના પિતા ઉપર 3 સગા ભાઈઓને કર્યો હુમલો
SHARE
માળીયા (મી)ના વવાણિયા ગામે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખીને દીકરીના પિતા ઉપર 3 સગા ભાઈઓને કર્યો હુમલો
મોરબીના બાયપાસ રોડ ઉપર રહેતા યુવાનેની દીકરી ની જેની સાથે સગાઈ કરવામાં આવી હતી તે સગાઈ તોડી નાખવામાં આવી હતી જેથી કરીને સામે વાળાઓએ યુવાન વવાણીયા ગામે દરગાહ પાસે હતો ત્યારે સગાઈ તોડી નાખવા બાબતનો ખાર રાખીને તેની સાથે જપજપી કરીને ઢીકાપાટોનો માર માર્યો હતો તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી અને લાકડાના ધોકા વડે મોઢા તથા હોઠ ઉપર માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ સગા ભાઈની સામે ગુનો મોદીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા શેરમામદભાઈ બાબુભાઈ બ્લોચ (42)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેબૂબભાઈ વલીમામદભાઈ બ્લોચ, સિકંદર વલીમામદભાઈ બ્લોચ અને અરમાન વલીમામદભાઈ બ્લોચ રહે. બધા વીસીપરા મદીના મસ્જિદ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીની દીકરીની સગાઈ આરોપી સિકંદર સાથે થયેલ હતી જે સગાઈ તોડી નાખતા ત્રણેય આરોપીઓએ આ બાબતનો ખાર રાખીને માળિયા તાલુકાના વાવણીયા ગામે આવેલ સમંશા પીરની દરગાહ નજીક ફરિયાદીને ગાળો આપી હતી અને બોલોચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જો કે, અરમાને લાકડાના ધોકા વડે ફરિયાદીને મોઢા અને હોઠ ઉપર માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









