મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા ખાણ ખનીજ વિભાજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા ખાણ ખનીજ વિભાજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી પોતાની ઓફિસમાંથી બહાર નીકળીને સરકારી બોલેરો ગાડીમાં જતા હતા ત્યારે તેઓની બોલેરો ગાડીને કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં જ રોકવામાં આવી હતી અને ત્યારબાદ તેઓનું નામ પૂછીને “તમે કેમ મારા દીકરા અને મારા ભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવો છો” તેવું કહીને જાહેરમાં ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પાટણ જિલ્લાના માંડવી ગામના રહેવાસી અને હાલમાં મોરબી કલેકટર કચેરીને સામેના ભાગમાં આવેલ સરકારી ક્વાર્ટર બ્લોક નં. 602 માં રહેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેર (35)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ તેઓની ઓફિસેથી તેઓ બહાર નીકળી રહ્યા હતા અને પોતાની સરકારી બોલેરો ગાડી નંબર જીજે 18 જીસી 0575 માં જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બોલેરો ગાડીને ઉભી રખાવી હતી અને ફરિયાદીને તેનું નામ પૂછ્યું હતું ત્યારબાદ કહ્યું હતું કે “તમે કેમ મારા દીકરા અને મારા ભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવો છો” અને ત્યારબાદ જાહેરમાં ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી ફરજમાં રૂકાવટ કરનાર સામે તેઓએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ ક્રાંતિ જયોત હાઇટ્સ ફ્લેટ નં. ઈ-302 માં રહેતા શ્યામકુમાર શાંતિલાલ દેડકિયા (32)એ અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એ 1868 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે




Latest News