મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE









માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે બોલેરોની પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બોલેરોના ચાલકને માથાના ભાગે ઇજા થઈ હતી જયારે મીતાણા પાસે કારખાના સામેથી પસાર થઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બંને બનાવમાં ફરિયાદ નોંધાયેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મહાદેવગઢ ગામે રહેતા રણછોડભાઈ નરસીભાઈ બાવળવા (55)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 બીવી 5515 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા નામની હોટલ સામેથી તેઓ પોતાની બોલેરો ગાડી નંબર જીજે 13 એ ડબલ્યુ 2257 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને બોલેરોની પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં વાહનમાં નુકસાન થયું હતું તેમજ ફરિયાદીને માથાના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારાના મીતાણા ગામે રહેતા ભગવાનજીભાઈ સીધાભાઈ ગોગરા (68)એ કાર નંબર જીજે 10 બી આર 9944 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા પાસે આવેલ ફ્લેવર બાઈટ કારખાના સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીને હડફેટે લીધા હતા જે બનાવમાં ફરિયાદીને કપાળ અને ડાબા હાથમાં ઇજા થઈ હતી તેમજ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News