વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા
Breaking news
Morbi Today

માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો


SHARE









માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત

માળિયા (મી) ના ખાખરેચી ગામ પાસેની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાનને બીમારી હોય દર 10થી 15 દિવસે દવાખાને જવું પડતું હતું જેથી કંટાળી ગયેલા યુવાને પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં માળિયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમિટ પેપરમીલ કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હરીશભાઈ ટોલિયાભાઈ મકવાણા (23)એ પોતે પોતાની જાતે લેબર કવાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના મોટા ભાઈ બદિયાભાઈ ટોલીયાભાઈ મકવાણા (25) રહે હાલ લેમિટ પેપર મીલના લેબર ક્વાર્ટરમાં મોરબી વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા એકાદ વર્ષથી બીમારી હતી અને તેની સરવરા માટે દર 10થી 15 દિવસે તેને દરવાખાને જવું પડતું હતું જેથી કંટાળી ગયેલ યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.




Latest News