મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ


SHARE









વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાને સાથે તે જ ગામના શખ્સ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ મહિલાએ યુવાનને પકડી રાખતા એક શખ્સે યુવાનને માથામાં પાઇપ મારતા ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા અને ત્યાં તેને માથામાં ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા (34)એ હાલમાં વિશાલભાઈ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઇ વાળા, બાદલ હેમુભાઈ વાળા અને હંસાબેન હેમુભાઇ વાળા રહે. બધા મેસરિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિશાલવાળાએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તે બાબતનો ખાર રાખીને ચારેય આરોપીઓ ફરિયાદી પાસે આવ્યા હતા અને ફરિયાદીને માર માર્યો હતો તેમજ હંસાબેને ફરિયાદીને પકડી રાખેલ અને વિશાલભાઈએ તેના હાથમાં રહેલ પાઇપ વડે ફરિયાદીને માથાના ભાગે માર મારતા માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ગયા હતા અને ત્યાં તેને માથામાં ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News