મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન


SHARE









મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સમાજના બહેન દીકરીઓ માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તા 15 થી 15 ઓક્ટોબર ત્રણ દિવસીય ન્યુ પેલેસ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર બહેન દીકરીઓને પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લીટલ પ્રિન્સેસ, રનર્સ લીટલ પ્રિન્સેસ, ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ અને સરપ્રાઈઝ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ તા. 20 ને મંગળવારે વિજયા દશમીના દિવસે દર વર્ષની જેમ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે બપોરે ૩:૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલથી બાઈક અને કાર રેલી યોજાશે જેમાં રાજપૂત સમાજના ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર સાફા સાથે જોડાશે અને મોરબીમાં ન્યુ પેલેસ ખાતે આવેલ શ્રી મોમાઈ માતાજી મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (જયદીપ એન્ડ કું) પરિવાર વવાણીયા-મોરબી અને કો-સ્પોન્સર ડી.એસ.ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મી.) વાળા છે તેવું આયોજકો પાસેથી જાણવા મળેલ છે.




Latest News