મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !


SHARE









મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !

મોરબી જીલ્લામાં વઘાસિયાથી ગાળા સુધીનો નવો બાયપાસ રોડ બની રહ્યો છે જેમાં 22 ગામના ખેડૂતોની ફળદ્રુપ, ઉપજાવ અને  કિંમતી જમીનની કપાત થવાની છે જેથી ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહી છે તો પણ સરકાર દ્વારા રોડનું કામ શરૂ કરાવવામાં આવ્યું છે જેથી કરીને આગમી સમયમાં ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 27 જે વઘાસિયાથી ગાળા સુધીનો અંદાજીત 52 કિલો મીટરનો હશે તેમાં 22 ગામના ખેડૂતોની ખેતી લાયક ફળદ્રુપ અને ઉપજાવ  કિંમતી જમીનની કપાત થવાની છે જેથી બધાજ ગામના ખેડૂતોએ નવા બાયપાસનો બહિષ્કાર અને વિરોધ કર્યો છે અને ખેડૂતોએ સરકારને અનેક વખત આવેદન પત્ર અને લેખિતમા  વાંધા અરજી કરી છે તો પણ સરકારે કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર ખેડૂતોનો વિરોધ હોવા છતા પણ ખેડૂતોની પરવાનગી વિના ખેડૂતોના ખેતરમાં તાનાશાહીથી  રોડ માટેનું કામ ચાલુ કર્યું છે જેથી તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અને આગામી સમયની રણનીતિ ઘડવા માટે બધા જ ગામના ખેડૂત આગેવાનોની મિટિંગ મળી હતી.




Latest News