મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં લોકશાહીની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા આશયથી આજરોજ તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ આઈ.ટી.આઈ. ટંકારા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન નવા ઉમેરાતા યુવા મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે નોંધાવવું, નામ રદ કરાવવું તેમજ નામ કે સરનામામાં જરૂરી સુધારા-વધારા કરવા અંગેની કાયદાકીય અને સરળ પ્રક્રિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી પંચની આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ જેવી કે ECI NET અને 'Voter Services Portal' (VSP) નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ પ્રાયોગિક માહિતી પૂરી પાડવામાં આવી હતી ટંકારા ITI ના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ એ આ જાગૃતિ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીને મજબૂત કરવાના આ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.




Latest News