મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
મોરબીના વજેપર વિસ્તારમાંથી નજીવી વાતમાં યુવાનનું ત્રણ શખ્સો દ્વારા સ્કૂટરમાં ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને માર માર્યો હતો તેમજ તેની પાસેથી 8,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન લૂંટ કરી હતી અને યુવાનના ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને ખભા, જમણા હાથ તથા કમરથી નીચેના ભાગમાં છરીના ઘા માર્યા હતા જે બનાવની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (32) એ થોડા દિવાસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન કરીમ, અબ્દુલા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમદભાઈ રતનિયા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી ઈરફાને ફરિયાદી પાસેથી બાઈક માગ્યું હતું જે બાઈક આપવાની ફરિયાદી ના પડી હતી જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીનું એક્સેસ સ્કૂટર ઉપર અપહરણ કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ફરિયાદીને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદી પાસેથી અબુડી ઉર્ફે બાડાએ ઓનલાઈન 8000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તથા યુસુફ રતનિયાએ બ્લુ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન ફરિયાદી પાસેથી લૂંટી લીધો હતો તેમજ સાહેદ ફરિયાદીના ભાઈ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયાને અબ્દુલ્લાએ પકડી રાખતા ઇરફાને ડાબા ખંભા, જમણા હાથમાં કોની પાસે અને કમરની નીચેના ભાગે છરીના ઘા મારીને ગંભીર ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવમાં ઇજા પામેલા બંને ભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે આરોપી ઇરફાન કરીમભાઈ પરેડી (28) રહે. શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી, અબ્દુલા ઉર્ફે અબુડી મહેબૂબભાઈ આરબ (23) રહે. રહે કાલિકા પ્લોટ મોરબી અને યુસુફ મોહમદભાઈ રતનિયા (22) રહે. હાલ શિવ સોસાયટી જામનગર મૂળ રહે કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.