વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત
SHARE
વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત
વાંકાનેરના પાંચદ્વારકા ગામમાં રહેતા યુવાનની દીકરી શાળાએથી છૂટીને ઘર તરફ જતી હતી ત્યારે રોડ ક્રોસ કરતા સમયે કેરી વાહનના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાળકીને માથા, હોઠ અને હાથે પગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મારૂતિ સુઝુકી કેરી ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની સીમમાં પ્રતાપગઢ રોડ ઉપર ઝૂંપડામાં રહેતા સવજીભાઈ નારુભાઈ જખાણીયા (34)એ હાલમાં કેરી વાહન નંબર જીજે 36 એક્સ 1957 ના ચાલક જયંતીભાઈ ઉર્ફે કિરીટભાઈ ગોવિંદભાઈ ચાવડા રહે. જૂની કલાવડી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પાંચદ્વારકા ગામની સીમમાં પ્રતાપગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેઓની 11 વર્ષની દીકરી સંજના શાળાએથી છૂટીને ઘર તરફ આવી રહી હતી ત્યારે તે રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે કેરી વાહનના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીની દીકરીને માથા, હોઠ અને હાથે પગે ઇજાઓ થઈ હતી જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સિપાઈવાસમાં રહેતો ઇનાયત અકબરભાઈ નાગોરી (37) નામનો યુવાન નવા બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં બાઇક સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામે રહેતા સાયનાબેન મિર્ઝા (24) નામની મહિલા કોઈ કારણોસર વધુ પડતી દવાની ટિકડીઓ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
હળવદ તાલુકાના સામલી ગામે રહેતા ચાવડા વાઘજીભાઈ મંગાભાઈ (60) નામના વૃદ્ધ આંદરણા અને માંડલ ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી